સરકારી પ્રેમ - ભાગ 25

  • 206
  • 82

"અરે ના ના વડીલ. આપને જરૂર કંઈક ગેરસમજ થાય છે. " નવનીત ગભરાઈ ગયો."મને ન સમજાવ. મેં તને ફોનમાં મહેચ્છા વિષે વાતચીત કરતા પકડી પાડયો. " મધુકર મોહન કહે છે." મહેચ્છા થી જ પુછી લો. " નવનીત કહે છે."હા તો ક્યાં દૂર જવાની જરૂર છે?" મધુકર પણ નવનીત નો હાથ પકડી કોલેજ તરફ લઈ જાય છે.આજુબાજુના યુવાનો પણ‌ આમ નવનીત ને ઢસડીને લઈ જતા જોઈ જરૂર કોઈ ગંભીર ઘટના બની હશે એમ વિચાર કરે છે. નવનીત પણ જરાય વિરોધ નથી કરતો કારણ કે તેને તો મહેચ્છા થી મળવું હતું. આ તરફ મહેચ્છા હજી તો ક્લાસમાં પ્રવેશ જ કરી રહી હતી કે