સરકારી પ્રેમ - ભાગ 24

  • 456
  • 232

"જી આપ કોણ?" નવનીત પુછે છે."અરે કમલ તું.." દિનકર દાસગુપ્તા અવાજ ઓળખી જાય છે.નવનીત જોવે છે તો પડછંદ કાયા ધરાવતા સરદાર દરવાજા ની અંદર પ્રવેશ કરે છે. કોઈ તેમને જોઈને કહી જ ન શકે કે એ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. દિનકર દાસગુપ્તા તેમને ભેટી પડે છે." અરે આ કમલ સિંહ છે. મારો પરમ મિત્ર અને સેવાનિવૃત્ત આઈ.પી.એસ ઓફીસર. મેં ખાસ તમારા બન્ને ની સાથે મુલાકાત કરાવવા માટે જ એને બોલાવ્યો હતો.પણ તું મોડો પડ્યો.." દિનકર દાસગુપ્તા કહે છે." અરે મિત્ર આઈ.પી.એસ હંમેશા જ સમયસર હોય છે. જરૂર તારી કોઈ ભૂલ થઈ છે. હું બહાર ઊભો ઊભો બધી જ વાતો સાંભળતો