બંગાળ એક અનન્ય રાજ્ય

બંગાળની આદિકાળથી હાલ સુધીની વાર્તા એક અનોખી અને જીવંત કહાણી છે જેમાં સમૃદ્ધિ, સંસ્કૃતિ, લડાયક માનસિકતા, અસ્મિતાની દીવાનગી અને અપાર સાહિત્ય પ્રેમનું મિશ્રણ જોવા મળે છે. ગંગા-બ્રહ્મપુત્રના વિશાળ ડેલ્ટામાં વસેલું આ પ્રદેશ આદિકાળથી જ વેપાર, ધર્મ અને વિદ્યાનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. વેદિક કાળમાં વાંગ અને પુન્ડ્રવર્ધન જેવા જનપદો અહીં અસ્તિત્વમાં હતા જે પછી મૌર્ય, ગુપ્ત અને પાલ વંશના શાસન હેઠળ આવ્યા.પાલ વંશે બંગાળને સ્થિરતા અને સમૃદ્ધિ આપી. આ વંશના સ્થાપક ગોપાલે આઠમી સદીમાં અરાજકતાના સમયમાં લોકો અને સરદારો દ્વારા ચૂંટાઈને સત્તા સંભાળી હતી. ધર્મપાલ અને દેવપાલ જેવા રાજાઓએ સામ્રાજ્યને વિસ્તાર્યું અને બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો. તેઓએ તિબેટ, સુમાત્રા સુધી