સમુદ્રક : "હે, દૃષ્ટ અસુરો! પહેલાં તમારા કષ્ટો શું છે એ તો કહો! એનું નિવારણ મારાથી થશે, એવું કંઈ યોજના ઘડીને આપ સૌ કહી રહ્યા છો?" અસુરરાજ: "પૃથ્વી સાથે તમારું મિલન! અને એ મિલનમાં પૃથ્વીનાં કોખે એક અસુર પુત્ર..!"સમુદ્રક: " (સમુદ્રકે અતિ ક્રોધીત અવાજે કહ્યું) આ વળી કેવો પસ્તાવ છે! પૃથ્વી સાથે મારું મિલન કોઈ કાળે શક્ય નથી. અસંભવ, અસંભવ! આ મિલન થશે તો સમગ્ર પૃથ્વી પર પાણી ફળી વળશે. આ સમગ્ર સૃષ્ટિ સાથે માનવ જાતનો વિનાશ માગી રહ્યા છો દૂષ્ટો...!" અસુરરાજ: " (ખોટી રીતે પોતાની વાતમાં ઉતારતા)વિશ્વાસ રાખો, જે દૈત્ય બાળક પૃથ્વીની કોખે જન્મ લેશે એનાથી પૃથ્વીને કોઈ નુકશાન નહીં થાય.