અચાનક એક દિવસ દ્વિધા ને સોશિયલ મીડિયામાં અજાણ્યો મેસેજ આવ્યો.દ્વિધા પહેલા તો તે ધ્યાનમાં લેતી નથી, પરંતુ તેને કોઈ પોસ્ટના કૉમેન્ટ માં લખેલી શાયરીના સંદર્ભે મેસેજ હતો, તેથી અચાનક જાણે તેને જાણવાની ઉત્કંઠા જાગી ઊઠે છે,...કોણ છે...?શું કહે છે..?.તેના લેખન વિશે શું મંતવ્ય છે ..??? આવા બધા સવાલો દ્વિધા ને પ્રત્યુતર આપવા મજબૂર કરી દે છે.રાત્રીના નવરાશના સમયમાં દ્વિધાએ જેવો મેસેજ નો જવાબ આપ્યો કે તરત જ સામે થી પણ મેસેજ આવ્યો અને લગભગ અડધી રાત સુધી બંને એકબીજા સાથે વાતો કરતા રહ્યાં. તે વ્યક્તિનું નામ સૂરજ છે અ