ખૂની વકીલનું ખૂનપાત્રો: ન્યાયમૂર્તિમિસિસ પલક દવે: આરોપી સ્ત્રી અને વકીલમિ. બારોટ: પબ્લિક પ્રોસિક્યુટરરણધીર: પોલીસ ઇન્સ્પેક્ટરબેલીફનીરજ: સાક્ષીમીરાં :સાક્ષી(કોર્ટરૂમનું દ્રશ્ય. કેઇસ ચાલુ છે. કઠેડામાં પલક દવે, યુવાન, આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મધ્યવયી સ્ત્રી. નજીક પોલીસ અને કોર્ટનો પટાવાળો છે.નામદાર ન્યાયમૂર્તિશ્રી આસને બેસે છે. કોર્ટ ચિક્કાર ભરેલી છે.)ન્યાયમૂર્તિ: કોર્ટ ચાલુ થાય છે. આજનો કેઇસ સ્ટેટ વર્સીસ મિસિસ પલક દવે. સોગંદ લેવરાવવામાં આવે.(પલક ગીતા પર હાથ મૂકી સોગંદ લે છે.)પ્રોસિક્યુટર બારોટ : (ઉભા થઇ ન્યાયમૂર્તિને પ્રણામ કરે છે. તેમની સામે જોતાં) મી લોર્ડ, આપ નામદાર શ્રીની કોર્ટમાં બહુચર્ચિત, ખ્યાતનામ વકીલ દીનેશ દવેના ખૂન કેસની શરૂઆત કરીએ. આરોપી આપની અદાલત સમક્ષ છે જ. દીવા જેવી સ્પષ્ટ વાત છે