વરસાદ પડે… ત્યારે ઘર દિલમાં પાછું આવી જાય છે

  • 1.4k
  • 472

Missing Home વરસાદ આવ્યો... અને સાથે આવી ઘર ની યાદ વરસાદ આજે અહીં પણ પડતો હતો, પણ કંઈક અલગ લાગતું હતું. બારી પાસે ઊભી રહીને હું શહેરને જોઈ રહી હતી. ઉંચી ઈમારતો, ચમકતી લાઈટ્સ, દોડતી ગાડીઓ અને સતત ચાલતું જીવન … બધું ખૂબ સુંદર લાગતું હતું, બધું perfect હતું. લોકો કહેતા — “તું lucky છે.” હા, હું lucky હતી. સારી job, સુંદર apartment, comfortable life… બધું હતું. પણ આજે વરસાદ પડ્યો અને અંદર કંઈક ખાલી થઈ ગયું. અચાનક યાદ આવી ગયું… એ આપણું ઘર. વરસાદ પડે ત્યારે અંગણે માટીની સુગંધ ફેલાઈ જતી, અને એ સુગંધમાં એક અજાણી શાંતિ હતી. બારીમાંથી આવતો