જીવન પથ ભાગ-59

(35)
  • 612
  • 1
  • 196

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૯         ‘ન્યાયના માર્ગ પર ચાલનાર માટે દરેક જગ્યા સુરક્ષિત છે.’         આ સુવિચાર માત્ર થોડા શબ્દોની ગોઠવણી નથી. તે જીવન જીવવાની એક અભેદ્ય ફિલોસોફી છે. આજના ભૌતિકવાદી અને અત્યંત ઝડપી યુગમાં જ્યાં સફળતા મેળવવા માટે શોર્ટકટ લેવો એ એક કળા માનવામાં આવે છે ત્યાં ન્યાય અને નીતિની વાતો કરવી કદાચ ઘણાને જૂના જમાનાની કે વ્યવહારુ ન લાગે તેવી લાગી શકે છે. આપણે બહારની સુરક્ષા માટે ગમે તેટલા સીસીટીવી કેમેરા લગાવીએ, મોંઘા બોડીગાર્ડ રાખીએ કે મજબૂત તિજોરીઓ બનાવીએ પણ જો આપણી ભીતર ન્યાય અને સત્યનો દીવો નથી બળતો તો આપણે ક્યાંય સુરક્ષિત નથી.         સાચી સુરક્ષા એ હથિયારોમાં નહીં પણ