મારી પાછળ તમારું નામ

(68)
  • 878
  • 324

"તમારું જ નામ લખી દો ને?"(કોઈ બેંકરે કહેલી વાત તેના શબ્દોમાં.)  “હું એ રાષ્ટ્રીયકૃત બેંકમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે જોડાયો 1982માં મને  કેન્ટોનમેન્ટ બ્રાન્ચ, મિરત  ખાતે પોસ્ટિગ  મળ્યું. અમે ત્રણ ઓફિસરો એક સાથે ત્યાં જોડાયા. હું ચેન્નાઇથી, એક બેંગ્લોરથી અને એક આંધ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી. અમારા મેનેજર એક છ ફૂટ ચાર ઇંચ ઊંચા પડછંદ પંજાબી હતા. તેમણે અમારી છોકરડાઓની સામે  પહેલાં તુચ્છકાર થી જોયું અને પછી અમને અમારાં ડિપાર્ટમેન્ટ સોંપ્યાં. મને સેવિંગ્સ, બેંગલોરવાળાને ફિક્સ અને આંધ્રવાળાને કરંટ ખાતું.બપોર બાદ અમને તેમની કેબિનમાં બોલાવી કહ્યું કે જો અમારે નોકરીમાં કંફર્મ થવું હશે તો અમારાં ડિપાર્ટમેન્ટની ડિપોઝિટ બમણી કરવી પડશે. વરના…અમને એસી કેબિનમાંથી બહાર નીકળતાં જ