ઈસ્લામિક સ્ટોરી 6 સિપાહીની સાથે બોલાચાલી થવાથી બની ઈસરાઈલે મુસા પાસે મદદ માંગી.પણ સિપાહીએ મુસા કંઈ મદદ કરે તે પહેલા બની ઇસરાયલની પીઠ પર એક જોરદાર ચાબુક ફટકાર્યું અને બીજુ મારવા માટે એણે જ્યાં ફરી ચાબુક ઉગામ્યુ.કે તરત મૂસાએ એને સાવધાન કરતા કહ્યુ."ખબરદાર જો તે હવે વધુ કોઈ પણ ઝુલ્મ આ મઝલુમની ઉપર કર્યો છે તો." "તો.તો તુ શુ કરી લઈશ?" પડકાર ફેંક્યો એ સિપાહીએ મુસાને.મુસાએ પહેલા તો દાંત ભીંસ્યા.પણ પછી ઠંડા સ્વરે કહ્યુ."તુ અહીંથી ચુપચાપ ચાલ્યો જા હવે.""તુ.તુ મને અહીંથી ચાલ્યા જવાનુ કહે છે?" આમ કહીને જાણે મુસાએ એનો ઘોર