મીરા બીજા બધા એમ્પ્લોય પાસે ગઈ અને કહ્યું, તમે લોકો હવે જઈ શકો છો, હવે કામ પૂરું થવા જ આવ્યું છે. હેલો ગર્લ્સ ક્યાં પહોંચ્યું કામ? રાહીલએ આવીને ઝોયા અને મીરાને પૂછ્યું. કંઈ નહીં હું બસ પ્રેઝન્ટેશન રેડી કરું છું. ઝોયાએ જવાબ આપ્યો. અને હું હોટેલનો ડેમો રેડી કરું છું. મીરાએ કહ્યું. તો હું કોને હેલ્પ કરવા લાગુ? રાહીલએ બંને સામે જોઈને કહ્યું. તો ઝોયાએ માસુમ ફેસ કરીને રાહીલ સામે જોયું,જાણે કેહતી ન હોય કે પ્લીઝ મારી હેલ્પ કર. એનું માસુમ ફેસ જોઇને મીરા અને રાહીલ બંને હસી પડ્યા.