બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 1

  • 22.3k
  • 21.7k

       આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં આજે સવારથી બધા એમ્પ્લોયની ભાગદોડ ચાલુ હતી, કારણ કે જે ક્લાયન્ટ ૧૪ દિવસ બાદ આવવાના હતા, તે અચાનક સોમવારે આવી જવાથી બધા એમ્પ્લોય પોત પોતાના કામ પર લાગી ગયા હતા.            ગઈકાલ, શનિવારની રાત્રે ૧૦:૦૦ વાગે.          ફોનની રીંગ વાગી રહી હતી. બે થી ત્રણ રિંગ થઈ, મીરા ફ્રેશ થવા ગઈ હતી. બહાર આવીને તેણે ફોન જોયો, રાહિલના બે મિસ્ડકૉલ અને ઝોયાનો એક મિસ્ડકૉલ આવી ગયો હતો.         મીરાએ રાહીલને કૉલ કર્યો, હેલ્લો.      રાહિલએ હેલ્લોનો જવાબ દીધા વગર કહ્યું, હેલ્લો બેલ્લો છોડ તું, તને કંઈ ખબર