અસવાર - ભાગ 4

  • 446
  • 184

ભાગ ૪: તોફાની સારંગ: એક શ્રાપિત આત્માસમય: જૂન, ૨૦૦૦ (પવનના ગયાના ૧૫ દિવસ પછી)સ્થળ: સાણથલી ગામનું પાદર અને વણઝારાનો નેસપવનના ગયા પછી દેવાયતની હવેલી સ્મશાન જેવી ભાસતી હતી. આંગણામાં બંધાયેલો ખાલી ખૂંટો દેવાયતને સતત ડંખતો હતો. દેવાયત હવે ઓસરીમાં ઓછો અને પોતાના અંધારા ઓરડામાં વધારે રહેતો હતો. પવન ગયો, પણ તેની હણહણાટી હજી દેવાયતના કાનમાં ગુંજતી હતી.બપોરનો સમય હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા - ચોમાસાના પહેલા વરસાદના એંધાણ હતા. વાતાવરણમાં એક અજીબ પ્રકારનો ઉકળાટ અને શાંતિ હતી.ત્યાં જ અચાનક ગામના પાદરેથી કોલાહલ સંભળાયો. કૂતરાઓ ભસતા હતા અને કોઈ જાનવરની ભયાનક ચીસો સંભળાતી હતી. સામાન્ય રીતે ગામમાં શાંતિ