વિસ્મૃતિ - ભાગ 8

  • 158
  • 76

લંડન, સાંજના 7 વાગ્યેલંડનની એ સાંજ ધીમે-ધીમે વધુ ઘેરી બની રહી હતી. 'ધ વિન્ટેજ બીન' કેફેની અંદર પીળો પ્રકાશ અને કોફીની સોડમ વચ્ચે રિયા અને પ્રિયાંક સામસામે બેઠા હતા. રિયાના મનમાં હજારો સવાલો ઉમટી રહ્યા હતા, જ્યારે પ્રિયાંક માત્ર રિયાના ચહેરા પરની નિર્દોષતાને પોતાની આંખોમાં કેદ કરી રહ્યો હતો..."તો મિસ્ટર... તમે હજુ તમારું નામ તો સરખું કહ્યું નથી," રિયાએ કોફીનો મગ હાથમાં લેતા પૂછ્યું. "પ્રિયાંક બંસલ... રાઈટ? લંડનમાં તમે બિઝનેસ કરો છો, પણ તમારી વાતો કોઈ જૂના જમાનાના પ્રેમી જેવી કેમ છે?"પ્રિયાંક સહેજ મલકાયો, તેના હોઠ પર એક ભેદી સ્મિત હતું. "કદાચ એટલે કે હું હજુ પણ એ જૂના જમાનામાં