લંડન, સાંજના લગભગ 6 વાગ્યેઆકાશમાંથી રૂ જેવા પોચા બરફના ટુકડાઓ ધીમે-ધીમે જમીન પર પથરાઈ રહ્યા હતા, જે લંડનની સડકોને એક સફેદ મખમલી ચાદરમાં લપેટી રહ્યા હતા. લંડનની આ થીજવી દેતી બરફીલી સાંજ પ્રિયાંક બંસલ માટે કોઈ આજીવન કેદની સજાથી ઓછી નહોતી. શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા એક આલીશાન એપાર્ટમેન્ટના ઝાંખા અંધારામાં બેઠેલો પ્રિયાંક બારીના કાચ પર પોતાનું માથું ટેકવીને શૂન્યમનસ્ક ઉભો હતો. સામેના રસ્તા પર આવેલા રિયાના પીજીની લાઈટો ચાલુ થઈ રહી હતી, પણ પ્રિયાંકના જીવનમાં અંધકાર ઘટ્ટ થઈ રહ્યો હતો.રૂમમાં એક વિચિત્ર સન્નાટો હતો, માત્ર ખૂણામાં પડેલા જૂના ગ્રામોફોન પર એક ગીત અત્યંત ધીમા અવાજે ગુંજતું હતું. એ સૂર પ્રિયાંકની અત્યારની