નિલક્રિષ્ના - ભાગ 40

દૈત્યો સમુદ્રકને પ્રસન્ન કરવા સમુદ્ર કિનારે પહોંચ્યા. જપ, તપ, શ્રુતિ આદી વગેરેથી એનું મન પ્રસન્ન કર્યું. પૃથ્વી પર આવીને તપ કરવું એ દૈત્યો માટે શક્ય ન હતું. કેમ કે, એને દેવતાનો ભય હતો. તેથી દૈત્યોએ સમુદ્ર તટ પાસે એક ગૃપ્ત જગ્યા શોધી. અને તે જગ્યાએ ચારે બાજુ દિવાલો ઊભી કરી. એનાં તપમાં કોઈ વિધ્ન કરી શકે નહીં એ માટે આ દિવાલના ફરતે રાક્ષસી માયાને બેસાડી. પછી, નિઃસંકોચ એ છવ્વીસે છવ્વીસ દૈત્યો પોતાના આશન ઉપર સમુદ્ર દેવતાની આરાધનામાં લીન થયા. નારદજી આ જોઈને તરત જ મહાદેવ પાસે આવ્યા. અને બધું એને કહીં સંભળાવ્યું.મહાદેવ : "જે થવાનું હશે એ તો થઈને જ રહેવાનું