(હજારો વર્ષો પહેલાંની પૃથ્વી અને સમુદ્રકની બાબા આર્દે કહેલી પ્રેમકહાની!)બાબા આર્દ : "યુગો યુગો પહેલાંની આ વાત છે. પૃથ્વીની ધરા સાવ સુકાઈ ગઈ હતી. પૃથ્વીમાં કોઈ રસ રહ્યો ન હતો. નદી, ઝરણાં, તળાવ સાવ સુકા પડ્યા હતાં. વૃક્ષ વેલી, લતાઓ બધુ સુકાઇ ને નષ્ટ થઈ રહ્યું હતું. ત્યારે આ વસુંધરા ક્યાંક ગમે એમ કરીને ઠંડક મેળવવા તડપી રહી હતી. ત્યારે એક દિવસ એને ફરી વિચાર આવ્યો કે, પોતાને ઠંડક આપવા માટે સમુદ્રક એક માત્ર રસ્તો છે. એટલે પૃથ્વી સમુદ્ર તરફ આગળ વધવા લાગી ગઈ.પરંતુ પૃથ્વીનો આ નિર્ણય મહાદેવને યોગ્ય લાગ્યો નહીં. એણે પૃથ્વીને એક વખત તો આમ કરતાં સમજાવી હતી. વાત