ગામડાની એ નદીનો કિનારો આજે પણ એ જ લાલચોળ સંધ્યાનો સાક્ષી હતો. પણ સમયના વહેણે બધું જ બદલી નાખ્યું હતું. નદીના શાંત પાણીમાં આજે પણ સૂરજ આથમતો હતો, પણ એ કિનારે બેસીને સૂર્યાસ્ત જોનારી એ જોડી હવે તૂટી ગઈ હતી. અશુ... ગામનો એક એવો યુવાન જેનો સાવળો વાન, લાંબા વાળ અને રુઆબદાર મૂછો તેને બીજાથી અલગ પાડતી. અશુના હૃદયમાં માત્ર એક જ નામ ગુંજતું— "જીયા". જીયા એટલે જાણે સ્વર્ગમાંથી ઉતરેલી કોઈ અપ્સરા. ગોરું મુખડું, પૂનમના ચાંદ જેવી શીતળતા અને લાંબા કાળા ભમ્મર વાળ જ્યારે પવનમાં ઉડતા ત્યારે અશુના શ્વાસ રોકાઈ જતા. એની નાની નાની આંખોમાં આખું આકાશ