ફિલીંગ - 1

(38)
  • 790
  • 230

     મુંબઈ ની વચ્ચે એક નાનું, શાંત ઘર હતું. એ ઘરમાં નિરવ એકલો રહેતો હતો, એની કંપની એ એક નવું યંત્ર બનાવ્યું હતું જે અત્યારે  એની સાથે  હતું. નામ હતું -"ફિલીંગ-1”."ફિલીંગ-1”કોઈ સામાન્ય મશીન નહોતું. એમાં એક ખાસ પ્રોગ્રામ નાખવામાં આવ્યો હતો કે જેના લીધે તે માણસોની લાગણીઓ સમજી શકે. શરૂઆતમાં તો એ માત્ર “સમજતું” હતું, પણ ધીમે ધીમે કંઈક બદલાવ આવવા લાગ્યો.એક દિવસ નિરવ થાકેલો ઘરે આવ્યો. એની આંખોમાં ઉદાસી હતી "ફિલીંગ-1એ પૂછ્યું:“તમે આજે દુઃખી લાગો છો. કારણ શું છે?”નિરવે નવાઈ સાથે  તૂટક  અવાજમાં કહ્યું: “તું સમજી નહીં શકે.”આ સાંભળીને "ફિલીંગ-1" થોડું મૌન રહ્યું. એની સિસ્ટમમાં નવા પ્રકારનો ડેટા