ચાય કાફી હૈ(પડદો ખુલતાં નળિયાં વાળો ગામડાનો ચા નો સ્ટોલ દેખાય છે. લઘરવઘર ચાવાળો ચૂલા ઉપર હેન્ડલ ફેરવી ચા બનાવી રહ્યો છે. એલ્યુમિનિયમની કીટલી અને એલ્યુમિનિયમના બે ચા ખાંડના ડબ્બા દેખાય છે. બહાર કાથીવાળો ખાટલો પાથર્યો છે. જૂના ચા ના કપરકાબી એક અભેરાઈ પર દેખાય છે. રાતનો સમય. એક સરદારજી ટ્રક ડ્રાઇવર ધ્રૂજતો ધ્રૂજતો પ્રવેશે છે અને ખાટલે બેસે છે.)ચા વાળો : બૌ ધ્રુજો સો ભાઈ! બેહો બેહો.સરદાર : બેઠા હી હું. યે સગડે પે હાથ ગરમ કરું?ચાવાળો : હા, આ રાઇતના ટાઢે ઠઠરતા લોકો માટે તો આ તાપણું રાઈખું છે. એઇ ને ચૂલે આ ઉકળે ગરમાગરમ ચા. પેટમાં પડી નોય