ઈશ્વરનો ઉપદેશ

  • 294
  • 92

કાશી રાજ્ય કહેવાતું એ વખતની વાત છે. રાજા અગ્રસેન રાજ કરી રહ્યા હતા. પ્રજા માટે એમનો પ્રેમ અતૂટ હતો અને એટલેજ એ લોકપ્રિય હતા. મહારાજ અગ્રસેનનો એક પ્રધાન હતો. નામ એનું વામન.મહારાજની જેમ એની વફાદારી પણ લોકપ્રિય હતી અને એથી વિશેષ હતી એ બંનેની મિત્રતા. મહારાજ અગ્રસેન દેશાટન જાય કે શિકાર કરવા જાય કે દૈવીસ્થાને જાય પણ વામન વિના એમને પેટ પાણી નાં ઉતરે.એક વખતની વાત છે. મહારાજ અગ્રસેન પાસે એમના કુલગુરું આવ્યા. રાજા પાસે સૈનિક સંદેશો લઇને આવ્યો કે કુલગુરુ મકાંદી પધાર્યા છે. રાજાએ વાજતે ગાજતે એમનું સામૈયું કર્યુ અને જાતજાતના ભોજન બનાવ્યાં . પોતાનાં ઓરડામાં એમની સૂવાની વ્યવસ્થા