આવો ભજવીએ - 2

(168)
  • 902
  • 408

નોટ કીયા જાય મી લોર્ડપાત્રો: ઇન્દ્ર        અનુચર        મંગળ        નારદ             અલ્પાના પિતા         અલ્પેશની માતા         અલ્પા        અલ્પેશ        નાડીદેવી(પડદો ખુલતા કોર્ટનું દ્રશ્ય. ન્યાયાધીશની ખુરશી પર બિરાજમાન ઝળહળતા મુગટધારી ઇન્દ્ર. બાજુમાં કાળો, ઊંચો, ભરાવદાર, ડરામણો અનુચર ઉભો છે.)(આરોપીના પિંજરામાં  વિશાળ દેહષ્ટિ ધરાવતો લાલ ખેસધારી મંગળ. તેજસ્વી ગૌર વર્ણ. ભરાવદાર શરીર. મુછો આમળ્યા કરે છે. કોર્ટ ચાલુ છે.)ઇન્દ્ર : ઓર્ડર ઓર્ડર. કોર્ટ ચાલુ છે. તો શ્રી. મંગળ, આપને  આપની ઉપરના સામૂહિક લગ્ન વિચ્છેદો કરાવ્યા કરવાના  આરોપ અંગે શું  કહેવું છે?મંગળ : મી લોર્ડ, સ્વર્ગ-પૃથ્વીના અધિક્ષક, મારી પર આરોપ છે કે મેં અલ્પેશ-અલ્પાનાં  લગ્ન વિચ્છેદ કરાવ્યાં છે. હુ મંગળ આ આરોપનું ખંડન કરું છું .ઇન્દ્ર : તો શું આપની સામે આરોપ છે કે તમે