આજે હું મેમુમાં બેઠો હતો ત્યાં સામે ત્રણ કોલેજીયન બેઠા હતા જેમાં એક છોકરી અને બે છોકરા બેસ્યા હતા.જેમાં જીતેન્દ્ર, મુકુન્દ અને સરલાનો સમાવેશ થતો હતો. થોડીવાર થઈ અને જીતેન્દ્ર કોલેજની આપવીતી સંભળાવવા લાગ્યો. જેમાં તે જણાવવા લાગ્યો કે કોલેજમાં કઈ રીતે તે અસાઇમેન્ટ અને વાઇવાથી બહાના મારીને છટકી જાય છે. તે અલગ અલગ યુક્તિ સરલાને સૂઝવવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે જે દિવસે સભ્યતાન (સ્વાબમીશન) હોય તે દિવસે બાજુના રૂમમાં જઈને બેસી જવું અને કહેવું કે મારું અહીં આગળનું સાંભળવાનું રહી ગયું હતું એટલે લેક્ચરમાં બેસી ગયો છું. પછી તે કહેવા લાગ્યો કે "મેડમ તારા પર ગુસ્સે થાય તો