હોર્મુઝનો ટાપુ અને તેની ખાડી

(130)
  • 506
  • 4
  • 116

હોર્મુઝનો ટાપુ અને તેની ખાડી વિશ્વ રાજકારણ, અર્થતંત્ર અને કુદરતી અજાયબીનો સંગમહોર્મુઝ ટાપુ વિશે વાત કરીએ તો એક અનોખી વાત તરત જ ધ્યાનમાં આવે છે આ વિશ્વનું એકમાત્ર ટાપુ છે જ્યાંની માટી અથવા રેતી ખાઈ શકાય છે. આ ટાપુ ઈરાનના દક્ષિણ કિનારે પર્શિયન ગલ્ફમાં આવેલો છે અને તેનું ક્ષેત્રફળ માત્ર ૪૨-૪૩ ચોરસ કિલોમીટર છે. પરંતુ તેની ભૂસ્તરીય વિશેષતાઓ તેને વિશ્વભરમાં અનન્ય બનાવે છે. આ ટાપુ એક સોલ્ટ ડોમ (મીઠાના ગુંબજ) તરીકે ઓળખાય છે, જેમાં મીઠા, જીપ્સમ અને અન્ય ખનીજોના થરો લાખો વર્ષોમાં ઉપર આવ્યા છે. વધુમાં ૭૦થી વધુ ખનીજો અને ધાતુઓની હાજરીને કારણે અહીંની માટી વિવિધ રંગો ધારણ કરે છે