"શું વાત કરે છે?" નવનીત કહે છે."હા સાવ જ સાચી વાત છે. મને આજે પહેલા જ દિવસે મારા સીનીયરો પાસેથી ખબર પડી છે કે ઐયર અને મારિયા ખુબ જ સારા મિત્રો છે અને ટૂંક સમયમાં જ પરણી જવાના છે. " રિતેશ કહે છે." અરે મિત્ર આ બધી અફવાઓ પર વધુ ધ્યાન ન આપ." નવનીત કહે છે."હા પણ શું થાય? હું તો આમ છેલ્લા પગથિયે પહોંચી જ ગયો છું. પણ મિત્ર ઐયર હજી સુધી કોઈ ફોન કે મેસેજ પણ નથી કરતો. " રિતેશ કહે છે."આજે તો મારિયા પણ વ્યસ્ત છું એમ કહીને જવાબ નથી આપતી." રિતેશ ઉમેરે છે."જો મિત્ર મારી વાત