સરકારી પ્રેમ - ભાગ 20

  • 436
  • 140

"અરે સર તમે તો પ્રેરણામૂર્તિ છો." રિતેશ કહે છે." હા પણ મિત્ર હું કોઈ પણ રીતે નવનીત ને હિંમત નહીં હારવા દઉ." દિનકર દાસગુપ્તા કહે છે.ત્યારે જ ડોક્ટર કહે છે કે નવનીત ભાનમાં આવી ગયો છે તો રિતેશ જ સૌથી પહેલાં નવનીત પાસે પહોંચી ગયો અને તેનો હાથ પોતાના હાથમાં લઈ ધીમે થી દબાવી તેની આંખો માં આંખો નાખી જાણે પ્રશ્ન કરી રહ્યો હોય કે આવું પગલું કેમ ભર્યું? પછી જાણે નવનીત પણ સમજી જાય છે અને પોતાની આંખો નીચે કરી આંસુઓ રૂપી જવાબ આપે છે. બન્ને મિત્રો ની આંખો અશ્રુભીની થતાં દિનકર દાસગુપ્તા પણ દરવાજા થી આ લાગણીઓ થી ભરપુર