મોંઘવારીની મગજમારી- રાકેશ ઠક્કર મનુભાઈ પોતાની જૂની પુરાણી હરક્યુલીસ સાયકલ પર ડબલ સવારીમાં છગનભાઈને પાછળ બેસાડીને નીકળ્યા હતા. સાયકલના ચેઈનમાંથી 'ચૂં...ચૂં...' અવાજ આવતો હતો, જાણે સાયકલ પોતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરતી હોય! છગનભાઈએ હાંફતા હાંફતા પૂછ્યું, "મનુભાઈ, આટલી મોંઘવારીમાં તમે હજુ આ ભંગાર જેવી સાયકલ કેમ નથી બદલતા? હવે તો વટ પડે એવું સીસી વાળું સ્કૂટર લઈ લો, આ ઉંમરે પેડલ મારીને શરીર તોડાય?" મનુભાઈએ ઠાવકાઈથી અને એકદમ ગંભીર ચહેરો રાખીને જવાબ આપ્યો, "અરે છગન, તને ખબર નથી, ગયા અઠવાડિયે કોઈ મારું નવું નકોર સ્કૂટર ચોરી ગયું અને બદલામાં આ સાયકલ મૂકી ગયું! મને તો લાગે છે કે ચોર બહુ દયાળુ