“આ ગામમાં આટલું મોટું ચિત્ર કોનું છે રઘલા? “ અલા બાપૂ ઈ તો આ ગામની સુડેલ માં સે. નામ ભલે ઇ સુડેલ રિયું પણ કામ હંધાય હારા હારા કરેસી માંતા. એટલે? બાપુએ પૂછ્યું. એટલે ઇમ કે વાંઝિયા ને દીકરા આપે. આંધળા ને આંખ્યું દિયે. નિર્ધન ને ધન દિયે અને જો તમારું મોત નો લયખું હોય ને બાપુ તો સુડેલ માં ઇમાંથીય બારે કાઢી લાવે હો. ઈ તો તમે ઘણાં વરહ પસી ગામમાં પગ મુયકો ને એમાંય ભણેલાં એટલે તમે આ હંધુ નો માનો પણ આ હકિકત સે. આજે સૂડેલ જયંતી હતી એટલે મોટું સિત્ર બનાયું તું મંદિરે. લ્યો હાલો ત્યારે