"જ્ઞાનથી આત્મવિશ્વાસ સુધી" પેલી એપ્રિલ 2026 ના દિવસનો દિવ્યભાસ્કરમાં લેખક ડો. જય નારાયણ વ્યાસ નો લેખ આવ્યો છે.(કળશ પૂર્તિ) ખરેખર ,દરેક માતા પિતાએ અને શિક્ષકોએ આ લેખ વાંચવા જેવો છે. આ લેખ વાંચ્યા પછી મને એક વિચાર આવ્યો .હમણાં દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ. રીઝલ્ટ આવવાની હજુ વાર છે. ત્યાં એક માતા સાથે મારે વાત થઈ. દીકરી 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. બે પેપર થોડા હાર્ડ ગયા એમાં અત્યારથી, પોતે જે ફેકલ્ટી વિચારી છે. એ નહીં મળે. એની ચિંતા સતાવે છે. હું સમજી શકું છું, કે દીકરી સાચી છે. પણ વિચારો મિત્રો, કોઈપણ એક રિઝલ્ટ નબળું