જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૮ (ગતાંકથી આગળ) મહેતાએ સ્મિત સાથે કહ્યું, "અને તને ખબર છે કે સૌથી વધુ જવાબદારી કોની છે? મારી. કારણ કે હું મારી અને મારા હાથ નીચેના સેંકડો લોકોની ભૂલો સ્વીકારવાની તાકાત રાખું છું. રોહન, જે માણસ ભૂલ નથી કરતો તે ક્યારેય કંઈ નવું શીખી શકતો નથી. જે માણસ ભૂલ કરીને તેને છુપાવે છે તે પોતાની પ્રગતિના દરવાજા પોતે જ બંધ કરી દે છે. આ નુકસાનથી મને એટલું દુઃખ નથી થયું જેટલું તારા બહાના સાંભળીને થયું છે. જો તેં અત્યારે જ કહી દીધું હોત કે 'સર, મારાથી ગણતરીમાં ભૂલ થઈ ગઈ છે' તો હું તને પ્રોમોશન આપત. કારણ કે ભૂલ