ભારે હૃદયે દરિયા-સા આંસુ સારતી આદ્યા હાથમાં મોટી સુટકેશ અને હૈયામાં અસંખ્ય શૂળ લઈ બસસ્ટેશને બસની રાહ જોતી ઊભી હતી. બસને આવવાની હજી વાર હતી. પ્લેટફોર્મ પર જ ઉભી રહીને તે કોઈ ઊંડા વેદનભર્યા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. સાંજનો ઠંડો પવન તેનાં મોહક દૂધ સમા દેહને સ્પર્શીને પાવન થઈ રહ્યો હતો, પણ આ સુખકારી સમીર ઓછો કાંઇ તેનાં અંતરની આગને ઠારવાનો હતો? ક્ષિતિજમાં અસ્ત થતાં સૂર્યને જોઈ તેને પોતાનું પૂર્વ જીવન યાદ આવતું હતું, જે અત્યારે આમ જ વેદનાની ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયું હતું. વિરહમાં ઝૂરતી પ્રેયસીની જેમ તેની સરોવર સમી આંખોમાંથી વહેતા અમીબિંદુઓની સાથે તેના રાતદિવસ વણેલા ઓરતાઓ પણ અનંતમાં