અંતિમ ભાગ: શૂન્યમાંથી સર્જનતિમિરના શરીરમાં પેલો સોનેરી પ્રકાશ સમાઈ રહ્યો હતો, પિતાનો હાથ તેના ખભા પર હતો અને મીરાની આંખોમાં હરખના આંસુ હતા... બધું જ એટલું જીવંત હતું કે જાણે આનાથી મોટું કોઈ સત્ય હોય જ નહીં. પણ અચાનક, તે પ્રકાશ એટલો તેજ થયો કે તિમિરની આંખો અંજાઈ ગઈ. કાનમાં એક તીણો અવાજ ગુંજ્યો—"ટીપ... ટીપ... ટીપ..."જાગૃતિનો ઝબકારો થાય છે.તિમિરની આંખો એકાએક ખુલી ગઈ. તે ગીરના કોઈ મંદિરમાં નહોતો, કે તેની સામે તેના પિતા ઊભા નહોતા. તે પોતાના બેડરૂમમાં પલંગ પર પડેલો હતો. આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું અને તેની છાતી જોરજોરથી ધબકતી હતી. બાજુમાં પડેલા ટેબલ ફેનનો અવાજ "ટીપ... ટીપ..."