કાલચક્ર - તિમિરની દ્રષ્ટિ - 7

  • 352
  • 116

ભાગ ૭: સત્યનો સાક્ષાત્કાર અને આખરી ફેંસલોતિમિર ગીરના એ જૂના શિવ મંદિરના પગથિયાં ચડી રહ્યો હતો. વાતાવરણમાં અગરબત્તીની સુગંધ અને કોઈ પ્રાચીન મંત્રોચ્ચારનો ગુંજારવ સંભળાતો હતો. તેના મનમાં મીરા માટેની ચિંતા અને પિતાના રહસ્યો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. શું ખરેખર મીરા તેને છેતરી રહી હતી? શું તેનો અત્યાર સુધીનો પ્રેમ માત્ર એક નાટક હતું?જેમ તિમિર ગર્ભગૃહમાં પ્રવેશ્યો, તેની આંખો જે જોયું તે માની શકી નહીં. ત્યાં કોઈ યમદૂતો નહોતા, કોઈ અંધકાર નહોતો. દીવાઓના પ્રકાશમાં મીરા શાંતિથી એક ખૂણામાં બેઠી હતી અને તેની સામે... તેના પિતા, શિવપ્રસાદજી ઊભા હતા! તિમિરના પિતા, જેમને તેણે વર્ષો પહેલા મૃત માની લીધા હતા, તેઓ