તિમિરનું નસીબ હવે એક એવા મોડ પર આવી ગયું હતું જ્યાં રક્ષક જ ભક્ષક બનવાની તૈયારીમાં હતો. સોમનાથની એ ભૂગર્ભ લાયબ્રેરીની હવા અચાનક ભારે થઈ ગઈ હતી. જૂની હસ્તપ્રતોની ગંધ અને લોહી જેવા લાલ અક્ષરો તિમિરની આસપાસ એક માયાવી જાળ રચી રહ્યા હતા.ભાગ ૫: લોહીનો સગપણ અને માયાવી જાળતિમિરના કાનમાં આર્યનના શબ્દો હથોડાની જેમ વાગતા હતા. "હું તારો શ્રાપ છું..." તિમિરને પોતાની જિંદગીની એ બધી જ પળો યાદ આવવા લાગી જે તેણે સામાન્ય માની હતી. તેને યાદ આવ્યું કે નાનપણમાં જ્યારે પણ તેને વાગતું, ત્યારે તેનો ઘા અકલ્પનીય ઝડપે ભરાઈ જતો. તેને લાગતું કે તે નસીબદાર છે, પણ આજે સત્ય