ચીથરા - ભાગ 1

  • 653
  • 332

ચીથરા​ભાગ - ૧: કાચના મહેલ અને લોહીના ડાઘ​અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી એ સેવન-સ્ટાર હોટલના ટેરેસ લાઉન્જમાં હવામાં એક વિચિત્ર નશો હતો. આ નશો માત્ર મોંઘી સ્કોચ કે વિદેશી વાઈનનો નહોતો, પણ સત્તા, પૈસા અને મહોરાંઓ પાછળ છુપાયેલી વાસનાનો હતો. રાતના બાર વાગવા આવ્યા હતા, છતાં શહેરના આ 'સફેદપોશ' વર્ગ માટે તો સાંજ હજુ હમણાં જ પડી હતી. કાચની દીવાલોની પેલે પાર અમદાવાદના ટ્રાફિકની લાઈટો લોહીના ટીપાં જેવી લાલ દેખાતી હતી.​વિદેહિતા એ ભીડમાં એક ખૂણે ઉભી હતી, તેના હાથમાં પકડેલો વાઈન ગ્લાસ તેના લાંબા અને આકર્ષક આંગળાઓ વચ્ચે એક હથિયાર જેવો લાગતો હતો. તેણે ડાર્ક વાઈન કલરની હેન્ડલૂમ સિલ્ક સાડી