પ્રસ્તાવના: અસ્તિત્વના ઉંબરે...સમાજ જેને 'સફેદપોશ' કહે છે, એની પાછળ કેટલા અંધારા ખૂણા છુપાયેલા હોય છે? અને એ અંધારામાં જ્યારે કોઈ સ્ત્રીના આત્મસન્માનના લીરેલીરા ઉડે છે, ત્યારે એ શું કરે છે?'ચીથરા'—આ માત્ર એક શબ્દ નથી, પણ એક એવી સ્ત્રીની પડઘાતી ચીસ છે જેણે મૌન રહેવાનો ઇનકાર કર્યો છે. આપણે સ્ત્રીને કાં તો પૂજતા આવ્યા છીએ અથવા તો તેને હડધૂત કરતા આવ્યા છીએ. પણ આ વાર્તા એ 'દેવી' કે 'અબળા'ની નથી. આ વાર્તા એ હાડ-માંસની સ્ત્રીની છે, જેનામાં સદગુણોનો ભંડાર છે તો ક્યાંક સ્વાર્થના કાળા ડાઘ પણ છે.જ્યારે કોઈ સ્ત્રીને લાગે કે તેના અસ્તિત્વને જ એક 'ચીથરું' સમજીને ફેંકી દેવામાં આવ્યું છે,