ઢળતી સાંજ તેના ગુલાબી સૌંદર્ય સાથે વધુ ગુલાબી લાગી રહી હતી.. આથમતા સૂરજને પણ થોડીવાર થતું હશે કે એક ક્ષણ થોભી જાઉં અને આ ગુલાબી સાંજને નિહાળતો રહું. બંનેનું મિલન અશક્ય હતું.. છતાં એક ચીજ હતી જે આ બંનેને એક કરવાં માટે જ કુદરતે સર્જન કર્યું હતું, એ હતું ક્ષિતિજ! જે આભ અને જમીન સાથે રમણીય સાંજને એકસાથે પોતાની આગોશમાં લઈને ભ્રમ ઉત્પન્ન કરતી કે આ બંને એક થઈ ગયા છે.. અને આ કુદરતી દ્રશ્ય જોનાર દરેકનું મન મોહી લેતું હોય છે..આવી અદ્ભૂત અને રમણીય સાંજ વિદાય લેતા સૂરજની સાક્ષીએ એક કારમી ચીસ આકાશ ફાડતી સાંજમાં સમાઈ ગઈ..!"નહીં... ઇ... ઇ...