#કેન્સરભાગ 22 અંતિમ વિજય શૂન્યમાંથી સર્જન અંતિમ ભાગજીત અને ઉર્જાના લગ્નના સમાચાર સોસાયટીમાં પ્રસરી ગયા હતા. જે સમાજ અત્યાર સુધી જીતને 'ત્યાગી પતિ' કહીને નવાજતો હતો, તે આજે અચાનક ન્યાયાધીશ બની ગયો હતો. રવિવારની સવારે સોસાયટીના ગાર્ડન માં લોકોનું ટોળું ભેગું થયું હતું. જીત, ઉર્જા અને પિતાજી બહાર નીકળ્યા ત્યારે મેણાં-ટોણાંની ઝડી વરસી.સમાજનો ઘોર અન્યાય હવે ફરી શરૂ થયુઓ હતો સોસાયટીના એક વડીલે આગળ આવીને કહ્યું, "જીત, અમને તારાથી આ આશા નહોતી! પેલી જીવિકા બિચારી તને તકલીફ ના પડે એટલે ઝેર ખાઈને મરી ગઈ, અને તેં તેના ગયાના મહિનાઓમાં જ બીજી સ્ત્રી શોધી લીધી? આ તો જીવિકા સાથે ઘોર વિશ્વાસઘાત છે.