#કેન્સરભાગ 20 એકલતાનું કેન્સર અને અધૂરી હૂંફ૪૨ લાખનું દેવું ઉતરી ગયું હતું. ઘર બચી ગયું હતું. દીપકની નવી ફેક્ટરીનું કામ મુક્તિ અને ઉર્જાના સહયોગથી પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું. આશાના જૂના પ્રેમીએ આપેલી જમીન હવે પરિવાર માટે એક સુરક્ષિત કવચ બની ગઈ હતી. સામાજિક રીતે જીત પટેલ હવે એક 'વિજેતા' હતો, પણ અંગત રીતે? અંગત રીતે જીત એક એવા અંધકારમાં ધકેલાઈ રહ્યો હતો જ્યાં પ્રકાશનું એક પણ કિરણ નહોતું."કેન્સર કરતાં પણ એકલતા વધુ ખતરનાક હોય છે" આ વાક્ય હવે જીતના જીવનનો પર્યાય બની ગયું હતું.બધું જ હોવા છતાં કંઈ જ નથીરાત્રે ૧૧ વાગ્યે જ્યારે આખું ઘર ઊંઘી જતું, ત્યારે જીત