કેન્સર - 15

(16)
  • 846
  • 130

#કેન્સર ભાગ 15 માનવતાનો અક્ષયપાત્ર અને અણધાર્યો સહારાહોસ્પિટલના એકાઉન્ટ વિભાગની નોટિસ જીત ના હાથમાં ધ્રૂજતી હતી. ૨૪ કલાકમાં ૨ લાખ રૂપિયા આ સાંભળતા જ જીતને લાગ્યું કે તે કોઈ પાતાળમાં ઉતરી રહ્યો છે. દીપકની ફેક્ટરીના સોદાના રૂપિયા બેંકની પ્રોસેસમાં અટવાયેલા હતા અને હાથમાં રહેલી છેલ્લી બચત પણ ઓગળી ગઈ હતી.​જીત હોસ્પિટલના પાર્કિંગમાં એક ખૂણે જઈને બેસી ગયો. તેની આંખો સામે અંધકાર હતો. તેને ડર હતો કે જો આજે પેમેન્ટ નહીં થાય તો જીવિકાની ફિઝિયોથેરાપી અટકી જશે અને જે પગમાં આશાનું કિરણ દેખાયું હતું તે ફરી પથ્થર બની જશે.​પિયરના ભાભીનું આગમન અને મોટો ખુલાસો​જીવિકાના પિયરના ભાભી, જેઓ છેલ્લા કેટલાય દિવસથી હોસ્પિટલમાં જ