#કેન્સર ભાગ 12 દેવાનો દવાનળ અને સ્વાભિમાનનો સંગ્રામજીવિકા ઘરે આવ્યાને એક મહિનો વીતી ગયો હતો. હોસ્પિટલના એ સફેદ ડ્રેસમાંથી બહાર આવીને તેણે ફરીથી રંગીન સાડી પહેરવાનું શરૂ કર્યું હતું, પણ અરીસામાં પોતાને જોતી વખતે તેને હંમેશા એવું લાગતું કે સાડીની પાછળ એક 'અધૂરી સ્ત્રી' છુપાયેલી છે. તેની જમણી બાજુનું ખાલીપણું (Mastectomy scar) તેને સતત એ અહેસાસ કરાવતું કે તે હવે પહેલા જેવી નથી.પરંતુ, શારીરિક પીડા કરતા પણ વધુ ભયાનક હતી આર્થિક પીડા.૨૫ લાખનો બોજ અને મધ્યમવર્ગીય મજબૂરીએક રાત્રે જીવિકા પાણી પીવા માટે રસોડામાં ગઈ ત્યારે તેણે ડ્રોઈંગ રૂમમાં જીત, આશા અને દીપકને ગંભીર ચર્ચા કરતા સાંભળ્યા. ટેબલ પર બેંકની નોટિસો અને