આપણું જીવન શું છે? આપણું જીવન કેવું હોવું હોઈએ? ખાવું પીવું, મોજ મજા કરવી, આપણા લાભ માટે જીવવું અને એની સતત ગણતરી કરવી એ જીવન છે કે પછી ડાહ્યા બનીને જીવીને આપણી નીતિ રીતિનું ચુસ્ત પાલન કરવું એ જીવન છે! આ જગત ઉપર અવતરેલું દરેક પ્રાણી એની રીતે જીવવા સ્વતંત્ર છે પરંતુ આપણે મનુષ્ય શું આપણી રીતે જીવવા સ્વાતંત્ર છીએ? આપણી ઉપર કોઈના ને કોઈના વિચારોનો પ્રભાવ હોય છે, આપણી ઉપર સામાજિક બંધનોનો ભાર હોય છે અને આપણી ઉપર નિયમોની ભરનાર હોય છે. આ બધું હોવું જરૂરી છે. આ બધું હશે તોજ આપણી સમાજ વ્યવસ્થા અને દેશની વ્યવસ્થા જળવાય છે