આંખો ઉગાડનારી માનવતા परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः। परोपकाराय वहन्ति गावः, परोपकारार्थमिदं शरीरम्॥ પરોપકાર માટે જ વૃક્ષો ફળ આપે છે, પરોપકાર માટે જ નદીઓ વહે છે। પરોપકાર માટે જ ગાયો દૂધ આપે છે, અને આ શરીર પણ પરોપકાર (બીજાના ભલા) માટે જ છે॥ કેટલાય દિવસ પહેલાંની આ વાત છે. સ્કૂલની બસોની હડતાલ ચાલતી હતી. મારા પતિ તેમના વ્યવસાયની અગત્યની મીટિંગમાં વ્યસ્ત હતા. તેથી મારા પાંચ વર્ષના નિહારને સ્કૂલમાંથી લેવા માટે મારે ટુ-વ્હીલર લઈને જવું પડ્યું. જ્યારે હું નિહારને લઈને ઘર તરફ પાછી આવી રહી હતી, ત્યારે અચાનક રસ્તામાં મારું બેલેન્સ બગડી ગયું. હું અને મારો નિહાર – બંને ગાડી