છલાવા - ભાગ 3

(31)
  • 1.2k
  • 350

ઇકબાલ ચાચા અને માજીદની વાત સાંભળ્યા પછી કિશન ખુબજ સાવચેત રહેવા લાગ્યો કારણ કે કિશને વાત ભલે જવાનીમાં પગ મૂક્યા પછી અત્યારે સાંભળી હોય પણ દરેક અમાસની રાત્રે અવારનવાર અજાણ્યા લોકોની લાશો મળી આવતી એ વાત તો કિશન નાનો હતો ત્યારથી સાંભળતો આવતો હતો. દેવગઢ બારિયા એક વનવિભાગ છે અને ત્યાં આવેલું રતનમાળનું જંગલ લગભગ ૪૫ કિમીનો ઘેરાવો ધરાવે છે. એટલે ઘણાં પોલીસ અધિકારી અને રાજકારણ સાથે સંકળાયેલા લોકો આ બનાવોને જાનવરોના શિકાર તરિકે ખપાવી દેતાં હતાં પણ પ્રશ્ન એકજ હતો કે કદાચ આ જાનવર હશે, અંધ શ્રદ્ધા હશે તો માત્ર અમાસની રાત્રે જ કેમ? અન્ય કોઈ દિવસે કેમ નહી?