પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૩ કંડેશ્વર એટલે ગિરિનગર કે મણિનગરમાં આવેલ દેવ દત્તાત્રેયનું સંગાથ સેવતું નગર. ભારતવર્ષમાં અમૂલ્ય ગણાતું સૌરાષ્ટ્ર, તે સમયે દ્વારકાથી લઈને મધુમતી અને વલ્લભનગર સુધી વિશેષ શૈલી ધરાવતું હતું. એમાં ગિરિનગર પોતાનામાં સમાવેલ ગિરો અને તે ગિરો પર પથરાયેલી વૃક્ષમાળથી કંઈક અલગ શોભતું હતું. આ વનસ્થળી અમરાવતીથી માંડીને પ્રભાસતીર્થ સુધી ફેલાયેલી હતી, જેમાં કંડેશ્વર જેવા કેટલાય સભ્ય નગરો અને ગામડાઓ સમાયા હતા. આર્જતની સોબત મળતા એ આવનાર ઉનાળામાં પાણીના અખૂટ ભંડારમાં રહેતું અને તેની આસપાસની વનસ્થળી સદા લીલીછમ રહેતી. વસંતની શરૂઆતમાં તો એ દૈદિપ્યમાન થઈ જતું. આવનાર ઉનાળામાં પાણીની અછત વર્તાતા વનના અનેક પશુ-પક્ષીઓ નદીના કાંઠે આવી