જીવન પથ ભાગ-57

  • 760
  • 178

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૭            ‘પોતાની ભૂલ સ્વીકારવી એ સૌથી મોટી શક્તિ છે.’  આ સુવિચાર આજના અહંકારથી ભરેલા અને 'પરફેક્ટ' દેખાવાની હોડમાં લાગેલા માનવી માટે એક અણમોલ જડીબુટ્ટી સમાન છે. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ભૂલ કરવી એ ગુનો માનવામાં આવે છે. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે બધા જ આપણું શ્રેષ્ઠ ચિત્ર રજૂ કરવાની કોશિશ કરીએ છીએ અને આ પ્રક્રિયામાં આપણે એટલા ડરી ગયા છીએ કે જો આપણાથી કોઈ નાની અમથી ભૂલ થઈ જાય તો આપણે તેને સ્વીકારવાને બદલે તેના પર પૂર્વગ્રહો અને બહાનાના કેટલાય થર ચડાવી દઈએ છીએ.         આપણને લાગે છે કે "સોરી" કહેવાથી આપણે નાના થઈ