વિશ્વાસ... જે તુટી ગયો.

(77)
  • 1.4k
  • 348

અધ્યાય 1“શાંત લડાઈ”રાત્રે 2 વાગ્યા હતા.ઘર આખું સૂતું હતું.ફક્ત એક રૂમમાં લાઇટ ચાલુ હતી.ટેબલ પર ખુલ્લું પુસ્તક.બાજુમાં ઠંડી પડી ગયેલી ચા.અને ખુરશી પર વાંકો બેસેલો — વિશ્વાસ.એ વાંચતો હતો…કે ફક્ત પાનાંઓને જોઈ રહ્યો હતો — એને પોતાને જ ખબર નહોતી.ઘડિયાળની ટિક-ટિકએના દિલના ધબકારથી વધુ સ્પષ્ટ સંભળાતી હતી.“લોકો સમજે છે હું exam માટે જાગું છું,કોઈએ જોયું નથી —હું ઘરના ભવિષ્ય માટે જાગું છું…”દીવાલ પર પિતાનો ફોટો હતો.દરેક વાર નજર પડે ત્યારે અંદરથી એક અવાજ આવતો —“મારે જીતવું જ છે.”માતા હોલમાં સૂઈ રહી હતી.દિવસભર કામ કરીને થાકી ગયેલી.એના હાથની લકીરોમાં વર્ષોની મહેનત હતી.વિશ્વાસે એક ઊંડી શ્વાસ લીધી.પુસ્તક બંધ કર્યું.આંખો મીંચી.અને ધીમે થી