છલાવા - ભાગ 2

  • 344
  • 170

" તો દીકરા કિશન આ હતી મારી આંખે જોયેલી અને અનુભવેલી છલાવાની વાત " ઈકબાલ ચાચાએ પોતાની જેમ ઘોડાં ગાડી ચલાવતા એક નવજુવાન યુવક જેનું નામ કિશન હતું એને આપવીતી સંભળાવતા કહ્યું અને બીડી મોઢામાં મૂકી દીવાસળી સળગાવી.કિશન પણ ઈકબાલ ચાચાની જેમ ચાંચેલાવ સ્ટેશન થી દેવગઢ બારીયા નજીકના ગામડાઓમાં મુસાફરોને ઘોડાં ગાડી મારફતે મંઝીલે લઈ જઈ ગુજરાન ચલાવતો. પછી શું થયું ઈકબાલ ચાચા ફરી કદી આવો કડવો અનુભવ થયો આપને? કિશને ઉત્સુકતાથી પૂછ્યું. ના બેટા ફરી કદી પણ અમાસની રાતે મેં એકલા બહાર જવાની હિંમત નહોતી કરી. પણ મારો દીકરો માજીદ ટ્રક ડ્રાઈવર છે અને એને તો અમાસ હોય કે