શિક્ષક

(31)
  • 684
  • 183

!!  વિચારોનું વૃંદાવન !!|| શિક્ષક ||                બાલ્કનીમાં પાયલ પંજાબી અને શિક્ષકમાંથી નિવૃત થયેલી તેની મમ્મી વાતો કરી રહી હતી. સપ્ટેમ્બર મહિનાની કાયમ આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી પાયલે તેની મમ્મીને કહ્યું - " મમ્મી, આજથી સપ્ટેબર મહિનો ચાલુ થઈ ગયો છે, તમારા પ્રિય વિધાર્થી માટે ક્યારથી આંગણે બેસવાનું ચાલુ કરીશું? તમને શું લાગે છે આ વખતે પણ તે તમારા આશીર્વાદ લેવા આવશે? "  ચશ્માં ઉતારી કાચ સાફ કરતાં-કરતાં તેના મમ્મી બોલ્યાં - " બેટા, લાગણી પણ એવી ખેપાની છે ને કે,  ક્યાં ક્યારે અને કોની સાથે બંધાઈ જાય છે તે ખબર જ નથી પડતી."