જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત

(83)
  • 1k
  • 2
  • 174

જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમતજીવંત હોવું માત્ર શ્વાસ લેવાનું નામ નથી. જીવંત હોવું એ ચેતનાની સ્થિતિ છે જેમાં મન વિચાર કરે, આત્મા સત્યને ઓળખે અને અંતરાત્મા ખોટ સામે ઊભા રહેવાની હિંમત આપે. જો આપણે જીવનને માત્ર પોતાની સુવિધા, ફાયદા અને સ્વાર્થ સુધી સીમિત રાખીએ, તો આપણે અને વહેતા પાણીમાં તણાતા મૃત દેહ વચ્ચે બહુ મોટો ફરક રહેતો નથી. જીવંત વ્યક્તિ પ્રવાહ સામે તરવાની હિંમત રાખે છે, જ્યારે નિર્જીવ વસ્તુઓ માત્ર વહેતી રહે છે.આજના સમયમાં, આપણે ઘણીવાર જોઈશું કે લોકો સત્ય જાણતા હોવા છતાં મૌન ધારણ કરે છે. તેઓ ખોટી વાતો, અયોગ્યતા અને અન્યાય સામે બોલતા નથી. કારણ?